સફળતાના શિખર સુધી સૌ કોઈને સીધો રસ્તો મળતો નથી,
પણ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી!
આજે વાત કરવી છે એવી કેટલીક ગેર-માન્યતાઓ જે ઈન્ટરનેટ પર વેપાર ન કરવામાં મદદરૂપ થતી હોય છે.
- મને શીખવું તો છે. પણ ક્યાંથી અને કેવી રીતે શરૂઆત થઇ શકે એની જાણકારી નથી દોસ્ત!
- આપણને કોમ્પ્યુટર ચ્યોં આવડે છ બાપલ્યા!
- આ બધી જફાઓ કરતા પેહલા ઘણું બધું શીખવું પડે નહિ!?!?! પૈસો તો બને ત્યારે બને પ્રભુ!
- બોસ! આપણી આ નાનકડી દુકાન ભલી ને આપણે ભલા....નેટ ઉપર આઈને હું કાંદા કાઢવા છે!
- આપણી પાસે પૈસો તો છે પણ આ જ ધંધામાં થી ટાઈમ કયા મલે છે મુરબ્બી!
- ને’એટ પર ધંધા માટે ‘વેપ્શાઈટ’ હોવી જરૂરી છે, સસ્તીને ‘શારી’ શાઈટ કોણ બનાઈ આલે?
- બધુંયે થઇ શકે, પણ આ બધું કરવા પૈસો જોઈએ પૈસો, આપણી પાસે ક્યાં છે એટલો બધો લાલાં!!!
- આ બધું ઈન્ટરનેટ પર કરવું અઘરું છે. જો ‘હામે વારી’ પાર્ટીથી છેતરાયાં તો થઇ જાય લાખના બાર હજાર!
- આવું તો બધાં કરી શકે! એમોં શું ધાડ મારી! કાંઈક નવું કરવા જેવું હોય તો બોલો વડીલ!
- હવે આ ઉમરે નેટ પર વેપલો!...ઘણું મોડું થયું છે ભઈલા!
- ભાઈ, મારી પાસે ઝક્કાસ આઈડિયાઝ છે. પણ સાલું ડર લાગે છે કે કોઈ ચોરી જશે તો!?!?!
- આ નેટ પર ધંધો એટલે બધુંયે હાચુ બતાવું પડે નઈ?...પછી આપડી પ્રાઇવેસી જેવું રહે ખરું, ભૈશાબ!
બોલો સાહેબો, હવે તમારું શું માનવું છે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો