ઈન્ટરનેટ પર કમાણીનું ચક્કર શરુ કરવું હોય તો આ રહ્યા એના નક્કર પગલાઓ.......
- દિમાગમાં 'ચક્કરબત્તી' બને એવો એક ઝટકાવાળો આઈડિયા લઇ આવવો. આ આઈડિયાને કોઈ એવી પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર કરી દો જેને ઈન્ટરનેટ પર પણ વેચી કરી શકો.
- આ પ્રોડક્ટ કે સર્વિસમાં એવો એક વિશિષ્ટ પોઈન્ટ દર્શાવવો કે જે યુનિક હોય. એના જેવી જ બીજી પ્રોડક્ટ કે સર્વિસ કરતા ફક્ત ૨૦% પણ ઈમ્પ્રુવમેનટ કરી શકાય તો પણ ભયો ભયો...અંગ્રેજીમાં આ ફેકટર USP (Unique Selling Preposition) થી ઓળખાય છે. આ એવી ચાબૂક છે કે જે તમારી સેલ્સ સર્વિસની ઘોડાગાડીને ઝડપી બનાવે છે.
- તમારું ટાર્ગેટ કોણ લોકો છે તે નક્કી કરવું. આપણી પ્રોડક્ટ/સર્વિસને કયા માર્કેટમાં મુકવું છે તે લક્ષ્ય બનાવવું.
- તમારો ઈ-મેઈલ અથવા સેલ્સ-લેટર વાંચીને ગ્રાહક બીજું બધુ બાજુ પર મૂકી તમારી પ્રોડક્ટ કે સર્વિસને ખરીદવા દોડી જાય એવી જાહેરાત કરવી.
- તમારી વેબસાઈટ ઉપર લોકોની ભીડ જમા થતી રહે તેવાં અવનવા નુસ્ખાઓ અજમાવતા રહેવું. ફક્ત સાઈટ જોવા આવ્યા હોય પણ ખરીદીને જાય એવી અસરકારક રચના હોય પછી બીજું જોઈએ પણ શું?
- આવનાર ગ્રાહક ફક્ત એકવાર પણ ખરીદીને ગયો હોય તો પણ એના વિષેનો ડેટાબેઝ બનાવવો.
- ફક્ત વેબસાઈટ બનાવીને બેસી રેહવું એના કરતાં સર્ચ એન્જીનમાં તમારી સાઈટનું રેન્કિંગ વધતું રહે (અને મેઈનટેઇન પણ રહે) તે માટે સતત પ્રયત્નશીલ રહેવું.
- પ્રોડક્ટ કે સર્વિસના વેચાણ સાથે સાથે બીજી અન્ય વસ્તુઓની ઓફર કરી શકાય એ માટેનાં ઓપ્શન્સ તય્યાર કરવા.
- ગ્રાહકને પ્રોડક્ટ કે સર્વિસને લગતા સમાચારો સમયસર મળતા રહે તે માટેના ન્યુઝલેટર કે મેગેઝીન્સની વ્યવસ્થા કરવી.
- એકજ પ્રોડક્ટ કે સર્વિસની કેટેગરીમાં રહીને એ જ લાઈનમાં બીજી કઈ કઈ બાજુએથી કમાણી કરી શકાય એ માટેની તકો શોધવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો